ફિલ્મની કહાની કંઇક આવી છે. તનુ (કંગના રનોટ) અને મનુ (આર. માધવન)નાં ચાર વર્ષ અગાઉ લગ્ન થઈ ગયાં છે. આ ચાર વર્ષ દરમિયાન મનુ અને તનુ વચ્ચે અનેકવાર વિખવાદ થયા છે. લંડનમાં રહેતા આ દંપતીએ વારંવાર થતાં ઝઘડાંને કારણે છૂટાં પડવાનો નિર્ણય કરે છે. તનુ ફરીથી પોતાના ઘરે સ્થાયી થાય છે. થોડા સમય પછી મનુ પણ ભારત જાય છે. આ દરમિયાન અચાનક મનુની મુલાકાત કુસુમ (કંગના રનોટ) સાથે થાય છે. કુસુમ એથ્લીટ છે અને તે નવી આંતરરાષ્ટ્રિય રમતગમત માટે તૈયારીઓ કરી રહી છે. કુસમ અને મનુનો પરિચય ધીરે-ધીરે આગળ વધે છે અને બંને એકબીજા પ્રત્યે આકર્ષાય છે. એક તરફ તૂટી રહેલું લગ્ન જીવન તો બીજી તરફ નવો પ્રેમ. હવે આગળની સ્ટોરી જાણવા આ ફિલ્મ જોવી રહી.
-----
નિર્માતાઃ સુનિલ એ. લુલ્લા, ક્રિશિકા લુલ્લા
દિગ્દર્શકઃ આનંદ એલ. રાય
ગીતકારઃ એન. એસ. ચૌહાણ, રાજ શેખર અને વાયુ
સંગીતકારઃ તનિષ્ક, વાયુ, કૃષ્ણ
ગાયકઃ સુનિધિ ચૌહાણ, સોનુ નિગમ, અંકિત તિવારી, સ્વાતી શર્મા, એન. એસ. ચૌહાણ, અનમોલ મલિક, જ્યોતિ તૂરાન, દેવ નેગી, દિલબાઘ સિંહ, કલ્પના ગાંધર્વ
શૂટિંગ લોકેશનઃ લંડન અને ભારત