જાણીતી કોરિયોગ્રાફર ગીતા કપૂરની રેસ ડ્રાઇવિંગના આરોપ હેઠળ મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી, બાદમાં તેને જામીન મળ્યા હતા. ગીતા પર ત્રીસ વર્ષના યુવાનને ટક્કર મારીને ઇજા પહોંચાડવાનો આરોપ છે. પોલીસે જણાવ્યું હતું કે ૧૨ માર્ચના રોજ સવારે પાંચ વાગે ગીતા પોતાની કાર લઈને ચાર બંગલા વિસ્તારમાં જતી હતી ત્યારે તેણે એક બાઈકસવાર યુવકને ટક્કર મારી હતી, જેથી બાઈકસવાર યુવક ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો, તેને સારવાર અર્થે શહેરની કોકિલાબહેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત યુવકના પરિવારજનો પોલીસ પર આક્ષેપ કર્યો છે કે ઘટના સમયે ગીતા નશામાં હતી જ્યારે પોલીસે એવો દાવો કર્યો હતો કે ગીતાની મેડિકલ તપાસ થઇ હતી જેમાં તે નશામાં હોય તેવી એક પણ બાબત જાણવા મળી નથી.