બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનથી માંડીને આલિયા ભટ્ટ સુધી સલમાત રહો, ઘરે રહો અને પોતાની આસપાસના લોકોની સારસંભાળ રાખોની વિનંતી સોશિયલ મીડિયા તેમ જ અન્ય માધ્યમો દ્વારા કરી રહ્યાં છે. આ કપરા સમયમાં લોકોને યોગ્ય સહાય મળી રહે તે માટે સરકારે રિલીફ ફંડ માટેની વ્યવસ્થા કરી છે ત્યારે ઘણી બધી ફિલ્મી હસ્તીઓએ પોતાના તરફથી દાન જાહેર કર્યું છે. વડા પ્રધાન રિલીફ ફંડ સિવાય વિવિધ રાજ્યોની સરકાર દ્વારા ગોઠવણમાં અનેકોએ દાન આપ્યાં છે. ‘બાહુબલી’ ફેમ સાઉથ સ્ટાર પ્રભાસે રૂ. ૪ કરોડ રિલીફ ફંડમાં આપ્યા છે જેમાંથી રૂ. ૩ કરોડ પીએમ રિલીફ ફંડમાં અને રૂ. ૫૦ લાખ ૫૦ લાખ આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સ્ટેટ રિલીફ ફંડમાં આપ્યા છે. પ્રભાસ અને પૂજા હેગડે થોડા સમય પહેલાં જ્યોર્જિયાથી તેની ફિલ્મના શૂટિંગમાંથી ભારત પરત આવ્યો હતો. ભારત પરત ફર્યા બાદ બંને ૧૪ દિવસ સેલ્ફ કોરોન્ટાઇન પણ હતા. આ ઉપરાંત રજનીકાંતે રૂ. ૫૦ લાખ, કોમેડિયન કપિલ શર્માએ રૂ. ૫૦ લાખ અને હ્રિતિક રોશને રૂ. ૨૦ લાખની કિંમતના માસ્ક આપ્યા છે. સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણે રૂ. ૨ કરોડ, રામ ચરણે રૂ. ૭૦ લાખ, ચિરંજીવીએ રૂ. ૧ કરોડ, મહેશ બાબુએ રૂ. ૧ કરોડ, અલુ અર્જુને રૂ. સવા કરોડનું દાન કર્યું છે.