વર્ષ ૨૦૦૪માં બનેલી બહુચર્ચિત ‘અબ તક છપ્પન’ની આ સીક્વલ ફિલ્મ છે.
આ ફિલ્મની કહાની અગાઉની ફિલ્મની વાર્તાથી જ આગળ વધી રહી છે. એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ સાધુ અગાશે (નાના પાટેકર) હવે નિવૃત્ત અધિકારી છે અને શાંતિથી પોતાનું જીવન જીવે છે. જોકે મહારાષ્ટ્ર સરકારને તેની જરૂરિયાત ત્યારે ઊભી થાય છે, કારણ કે, રાજ્યમાં અન્ડરવર્લ્ડની ભેદી પ્રવૃત્તિઓ વધી રહી છે અને તેના પર કોઇ નિયંત્રણ નથી. બેંગકોકથી ડોન રાવલે મુંબઈ પર પોતાનું શાસન સ્થાપી રહ્યો છે, રઉફ લાલા પણ મુંબઈમાં જ રહીને અન્ડરવર્લ્ડ ચલાવે છે. આવી પ્રવૃત્તિઓ ડામવા અંતે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન જનાર્દન જાગીરદાર મુખ્ય પ્રધાનની મંજૂરી લઈને સાધુને ફરીથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં સક્રિય કરીને એન્કાઉન્ટર સ્ક્વોડને જીવંત બનાવે છે.
એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ સાધુ અગાશેને તમામ સત્તા સોંપવામાં આવે છે. સાધુ એન્કાઉન્ટર સ્ક્વોડની જવાબદારી તો સ્વીકારે છે, પરંતુ તેની સામે અનેક નવા પડકાર છે. હવે ટેક્નોલોજી પણ પરિવર્તન આવ્યું છે. અન્ડરવર્લ્ડના લોકો પણ અત્યાધુનિક ટેક્નોલોજીના સહારે પોતાનો મનસુબો પાર પાડે છે. હવે આગળ શું થાય છે તે જાણવા ‘અબ તક છપ્પન-૨’ જોવી રહી.
-----------------
નિર્માતાઃ રાજુ ચઢ્ઢા, ગોપાલ દળવી
દિગ્દર્શકઃ એઝાઝ ગુલાબ
લેખકઃ નિલેશ ગિરકર
અન્ય કલાકારઃ આશુતોષ રાણા, વિક્રમ ગોખલે, ગુલ પનાગ, રાજ ઝુત્શી વગેરે.