ક્રિકેટર ડેવિડ વોર્નર તેલુગુ ફિલ્મથી ડેબ્યૂ કરશે

Thursday 27th March 2025 08:39 EDT
 
 

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમનો ડેવિડ વાર્નર હવે તેલુગુ ફિલ્મમાં ડેબ્યુ કરવાનો છે. તે નીતિન અને શ્રીલીલી સાથે ‘રોબિનહુડ’ ફિલ્મમાં કેમિયો કરવાનો છે. ફિલ્મસર્જકે ડેવિડ વોર્નરનું ફર્સ્ટ લુક પોસ્ટર શેર કર્યું છે. આ ફિલ્મ શુક્રવાર - 28 માર્ચના રોજ રિલીઝ થવાની છે.
ડેવિડ વોર્નરે ફિલ્મ ‘રોબિનહુડ’નું પોતાનું પ્રથમ લુક પોસ્ટર શેર કરીને લખ્યું છે કે ‘ઇન્ડિયન સિનેમા, હું આવી રહ્યો છું. ‘રોબિનહુડ’ ફિલ્મનો હિસ્સો બનીને રોમાંચિત છું. ફિલ્મના શૂટિંગ દરમિયાન મને બહુ આનંદ અને મજા આવી હતી.’
ફિલ્મ ‘રોબિનહુડ’ આ પહેલા 25 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ પછીથી તેની રિલીઝ તારીખ લંબાવવામાં આવી હતી. હવે આ ફિલ્મ ઇદના દિવસે રિલીઝ થવાની છે. જોકે આ જ દિવસે સલમાન ખાનની ‘સિકંદર’ પણ રિલીઝ થવાની હોવાથી બન્ને ફિલ્મો રૂપેરી પડદે ટકરાશે. જોકે સાઉથમાં આ ફિલ્મ સલમાનની ફિલ્મ કરતાં કમાણીમાં આગળ નીકળશે તેવી લોકોની અપેક્ષા છે.
ડેવિડ વોર્નર લાંબા સમયથી તેલુગુ સિનેમાનો ફેન છે. તે સોશિયલ મીડિયા પર પોતાના રીલ્સના કારણે લોકપ્રિય છે. તેમજ તેના હિંદી અને તેલુગુ ગીતો પરના ઘણા રીલ વાયરસ થયા છે. સાઉથમાં તેની સારી ફેન ફોલોઇંગ પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter