શ્યામ બેનેગલની વર્ષ 1976ની એવોર્ડ વિજેતા ફિચર ફિલ્મ ‘મંથન’ કે જે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના પાંચ લાખ ખેડૂતો દ્વારા બનાવવામાં આવી છે, તે ફિલ્મને 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં સ્ક્રીનિંગ માટે પસંદ કરાઇ છે. આમ 48 વર્ષ બાદ કાન્સમાં ‘મંથન’ રજૂ થશે.
અમૂલ બ્રાન્ડના નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરતું જીસીએમએમએફ હાલ તેમની સુવર્ણ જયંતી ઊજવી રહ્યું છે. આ માઈલસ્ટોનને યાદ કરવા માટે ફેડરેશન ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન સાથે હાથ મિલાવ્યો છે. ‘મંથન’ ફિલ્મની વાર્તામાં દિગ્ગજ કલાકારો સ્મિતા પાટીલ, નસીરુદ્દીન શાહ, ગિરીશ કર્નાર્ડ, અમરીશ પુરીએ ગરીબ ખેડૂતોના નાના સમૂહના સંઘર્ષ અને વિજયને દર્શાવ્યો છે.