ખુશી કપૂર અને વૈદાંગ રૈના અનુરાગ કશ્યપની દીકરી આલિહાની બર્થ ડે પાર્ટીમાં સાથે દેખાયાં હતાં. આ સાથે જ તેમની ડેટિંગની અટકળોને વેગ મળ્યો છે. ‘આર્ચિઝ’ ફિલ્મના સહકલાકારો વેદાંગ અને ખુશી ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા છે. જોકે, અગાઉ વેદાંગે ખુશી ‘માત્ર સારી મિત્ર’ હોવાનું ગણાવ્યું હતું. ખુશી કપૂરે પણ તાજેતરમાં એક ચેટ શોમાં આ પ્રકારનો જ દાવો કર્યો હતો. જોકે, આજકાલ બંને અવારનવાર સાથે દેખાય છે. જ્હાન્વી કપૂરે પણ વેદાંગ બહુ ક્યુટ હોવાનું કહી તેની પ્રશંસા કરી હતી. ‘આર્ચિઝ’નાં અન્ય સહકલાકારો સુહાના ખાન તથા અગત્સ્ય નંદા વચ્ચે પણ ડેટિંગ ચાલતું હોવાનું કહેવાય છે. અગાઉ મનાતું હતું કે ફિલ્મના પ્રચારના ભાગરૂપે આવી વાતો ઉડાવવામાં આવી રહી છે. જોકે, ફિલ્મ રિલીઝ થયા પછી પણ બંને અવારનવાર સાથે દેખાઈ રહ્યાં છે તે જોતાં લાગે છે કે કુછ તો બાત હૈ...