મુંબઈઃ લેક્મે ફેશન વીક ૨૦૧૬નો અંતિમ તબક્કો કરીના કપૂરનાં નામે રહ્યો હતો. ડિઝાઈનર સવ્યસાચી દ્વારા ડિઝાઈન કરાયેલા લહેંગા પહેરીને કરીનાએ રેમ્પ વોક કર્યું હતું. રાખોડી રંગના હેવી લહેંગામાં સુંદર દેખાતી કરીનાએ માંગટીકો પહેર્યો હતો અને સાદો મેકઅપ કર્યો હતો. કરીનાને રેમ્પ વોક કરતાં જોઈને દીપિકા પદુકોણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મીડિયા સાથેની વાતચીતમાં કરીના ઘણી ભાવુક અને લાગણીશીલ બની ગઈ હતી.