હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર હૃતિકની પૂર્વ પત્ની સુઝાન ખાન સાથેની પોતાની તસવીર શેર કરી છે. આ તસવીરમાં બન્ને સાથે હૃતિક અને સુઝાનનો બોયફ્રેન્ડ અર્સલાન ગોની પણ નજરે પડે છે. વાત એમ છે કે 26 ઓક્ટોબરે સુઝાન ખાનનો જન્મદિવસ હતો. સુઝાને પોતાનો જન્મદિવસ બોયફ્રેન્ડ ગોની અને નજીકના મિત્રો સાથે ઊજવ્યો હતો. પાર્ટીમાં હૃતિક અને તેની ગર્લફ્રેન્ડ સબાને પણ બોલાવ્યા હતાં. તે સમયની અનેક તસવીરો સબાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં બન્ને કપલ ખૂબ જ ખુશ દેખાય છે. સબાએ આ તસવીર સાથે જે કેપ્શન આપ્યું છે તેણે ચાહકોનું ધ્યાન દોર્યું છે. કેપ્શનમાં સબાએ લખ્યું છે કે ‘જન્મદિવસ મુબારક સુઝાલુ... (તેના પછી રેડ હાર્ટનું ઈમોજી છે) હંમેશા સ્માઈલ આપતાં રહો.’ આ પાર્ટીમાં સુઝાનનો ભાઈ અને અભિનેતા ઝાયદ ખાન, ફરદીન ખાન, ચંકી પાન્ડે-ભાવના પાંડે, મહિપ કપુર, આદિત્ય સીલ અને અનુષ્કા રંજન જેવી હસ્તીઓ પણ સામેલ થઈ હતી.
સબાની વાત કરીએ તો અભિનેત્રીનો હૃતિકની ભૂતપૂર્વ પત્ની સુઝાન ખાન સાથે જૂનો ગાઢ સંબંધ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો હૃતિક રોશન 2019ની ફિલ્મ ‘વોર’ની સિકવલ ‘વોર-2’ માટે તૈયાર છે. અયાન મુખરજી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ યશરાજ પ્રોડક્શનના બેનર હેઠળ બનશે.