ગાઢ મિત્ર સાથે શ્રેયા ઘોષાલના લગ્ન

Saturday 07th February 2015 05:42 EST
 
 

મખમલી સ્વરની માલકિન પાર્શ્વ ગાયિકા શ્રેયા ઘોષાલે પોતાના બાળપણના મિત્ર શિલાદિત્ય સાથે લગ્ન કર્યા છે. તેણે ફેસબુક પર પોતાના લગ્નની તસવીર મુકીને નવા સમાચાર આપ્યા હતા. શ્રેયાએ ફેસબુક પર જણાવ્યું હતું કે, ૫ ફેબ્રુઆરીએ મેં મારા પ્રેમ સાથે અમારા પરિવારો અને નજીકના મિત્રોની હાજરીમાં બંગાળી પરંપરા અનુસાર લગ્ન કર્યા છે. શિલાદિત્ય અને હું અમારા જીવનના નવા તબક્કા માટે તમારી પાસેથી શુભકામના ઇચ્છીએ છીએ.

ઉલ્લેખનીય છે કે શ્રેયા અને શિલાદિત્ય બાળપણના મિત્રો છે. શિલાદિત્ય ટેકી છે અને Hipcask.com વેબસાઇટનો સ્થાપક છે. કહેવાય છે કે આમ તો શ્રેયા પોતાનાં લગ્નનો ખુલાસો ૭ ફેબ્રુઆરીએ કરવાની હતી, પણ સોશિયલ મીડિયા પર જ્યારે તેમનાં લગ્નના સમાચારો ફેલાયા ત્યારે તેણે પોતે માહિતી આપી હતી. લગ્નના ફોટામાં શ્રેયાએ લાલ રંગનો ડ્રેસ પહેર્યો છે અને માથે સિંદૂર લાગેલું છે. શિલાદિત્યે સફેદ રંગનો ડ્રેસ પહેર્યો છે.

થોડા દિવસો અગાઉ શ્રેયાએ ટિ્વટ કર્યું હતું કે, ખબર નથી, હું નર્વસ છું કે પછી ખૂબ એક્સાઇટેડ! પહેલાં આવું ક્યારેય નથી થયું. મામલો શું છે, જલદી તમને જણાવી દઇશ. હવે તેના ચાહકોને સમજાયું કે અંતે મુદ્દો શું હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter