મુંબઈઃ દેશના ખ્યાતનામ ગાયિકા લતા મંગેશકર મુંબઈની બ્રિચકેન્ડી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે. હોસ્પિટલે ૧૯મી નવેમ્બરે જાહેર કર્યું હતું કે તેમની તબિયત સારી છે. ૯૦ વર્ષીય લતા મંગેશકરને શ્વાસ લેવાની તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. લતાનાં નાના બહેન ઉષા મંગેશકરના કહેવા મુજબ તેમની તબિયત સારી છે. હજુ પણ હોસ્પિટલના આઈસીયુમાં છે. ઉલ્લેખનીય છે કે, લતા મંગેશકર રવિવારની રાત સુધી વેન્ટિલેટર પર હતા. ઉષા મંગેશકરે જણાવ્યું હતું કે જ્યારે ડોક્ટરો તેમને ઘરે લઇ જવાનું કહેશે, ત્યારે અમે લઇ જઈશું. લતા મંગેશકરે પોતાની સાત દાયકાની કારકિર્દી દરમિયાન ૩૦૦૦૦થી વધુ ગીત ગાયા છે. ભારતીય સિનેમામાં તેમને સૌથી મહાન પાર્શ્વ ગાયક પૈકી એક માનવામાં આવે છે.