કંગના રનૌતે બોલિવૂડમાં અત્યારે સારી નામના મેળવી છે. તેની ફિલ્મો પણ સફળ થઈ રહી છે. આ સ્થિતિમાં કંગનાને પૂછાયું કે, તે તારી સફળતાથી અન્ય અભિનેત્રીઓ ઈર્ષા કરે છે ? તેના જવાબમાં કંગનાએ જણાવ્યું હતું કે, ‘ઘણી અભિનેત્રીને મારા ઈર્ષા આવે છે. હું કોઈનું નામ જાહેરમાં નહીં કહું. હું તેમના માટે પછીથી વાત કરીશ.’
તેને પૂછાયું હતું કે, તેના માટે પૈસા કેટલા મહત્ત્વના છે? તો તે કહ્યું હતું કે, પૈસા ઘણી બાબતોમાં ઉપયોગી છે. જોકે હું પોતે આત્મનિર્ભર છું. કામ કરું છું અને ધનથી સારું જીવન જીવી શકાય છે તેમ જ પરિવારને પણ ઉપયોગી છે. ઉલ્લેખનીય છે કે કંગનાની દસથી વધુ ફિલ્મ પ્રદર્શિત થવાની તૈયારીમાં છે.