સિગારેટના બોક્સ પર એવી ચેતવણી આપવામાં આવે છે કે, ‘ધૂમ્રપાન આરોગ્ય માટે હાનિકારક છે.’ આમ છતાં લોકો આવી સલાહને અવગણીને તેનું સેવન કરતા હોય છે. સિગારેટની શોખીનોમાં ફિલ્મ અભિનેત્રીઓ પણ બાકાત નથી. સામાન્ય રીતે ફિલ્મોમાં અભિનેતાઓ સિગારેટ, દારૂ કે અન્ય વ્યસન કરતા જોવા મળે છે. કેટલીક અભિનેત્રીઓ તેમના અંગત જીવનમાં પણ સિગારેટ પીવાની શોખીન છે. જેમાં કંગના રનૌત, રાણી મુખરજી, બિગ બોસથી જાણતી બનેલી કરીશ્મા તન્ના, સુસ્મિતા સેન, કોંકણા સેન, તનુજા, તનિશા, મનીષા કોઈરાલાનો સમાવેશ થાય છે. કહેવાય છે કે રાણી મુખરજીને તો સવારે સિગારેટ પીધા પછી જ તેનો નિત્યક્રમ શરૂ થાય છે. આ મુદ્દે તેનો પરિવાર સાથે સંઘર્ષ પણ થાય છે.