અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેની દીકરી માલતી, પતિ નિક જોનાસ અને માતા મધુ ચોપરા સાથે શુક્રવારે મુંબઈ પહોંચી છે. બેબી માલતી સાથેનો તેનો એરપોર્ટ લૂક વાયરલ થયો હતો. પ્રિયંકાનું સપરિવાર આગમન થતાં પાપારાઝીઓએ તેની તસવીરો ખેંચવા માટે પડાપડી કરી મૂકી હતી. ખાસ તો પ્રિયંકાની દીકરી બેબી માલતી પહેલી વખત માતાનાં વતનના પ્રવાસે પહોંચી છે. પ્રિયંકા તેની દીકરીની તસવીરો સોશિયલ મીડિયા પર પ્રગટ કરી ચુકી છે. આથી તેણે દીકરીનો ચહેરો છૂપાવ્યા વિના પાપારાઝીઓને છૂટથી ફોટોગ્રાફ લેવા દીધા હતા. આ સપરિવાર એરપોર્ટ લૂક તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ચાહકોએ બેબી માલતીને વેલકમ ઈન્ડિયા કહીને આવકારી હતી.