મુંબઈઃ ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા સુરેશ ચટવાલનું લાંબી બીમારી પછી ૩૦મી મેએ નિધન થયું હતું. સબ ટીવીની સિરિયલ ‘એફઆઇઆર’માં કમિશનરના રૂપમાં તેમણે ખૂબ લોકપ્રિયતા હાંસલ કરી હતી. અભિનેતાના પુત્ર યમન ચટવાલે એક નિવેદનમાં પોતાના પિતાના નિધનના સમાચાર આપ્યા છે. ૧૯૬૯માં પોતાના અભિયની કરિયર શરૂ કરનાર સુરેશ ચટવાલે ‘કરણ અર્જુન’, ‘કોયલા’ અને ‘મુન્નાભાઈ એમબીબીએસ’ જેવી ફિલ્મો અને ટીવી સિરિયલ ‘નુક્કડ’માં યાદગાર ભૂમિકા ભજવી હતી. ચટવાલ છેલ્લી વાર મોટા પરદા પર ૨૦૧૦માં ફિલ્મ ‘નક્ષત્ર’માં દેખાયા હતા.