પશ્ચિમ બંગાળના ગુનાશોધક વિભાગ (સીઆઈડી)ની ટીમે ભાજપના રાજ્યસભાના સાંસદ રૂપા ગાંગુલીની બાળકોની લે-વેચના મામલામાં ૨૯મી જુલાઈએ પૂછપરછ કરી હતી. જલપાઈગુડી ચાઈલ્ડ ટ્રાફિકિંગ કેસમાં ભાજપની મહિલા પાંખની સચિવ જૂહી ચૌધરીની અગાઉ ધરપકડ કરાઈ હતી. જૂહી ચૌધરી સાથે રૂપા ગાંગુલીનાં સંબંધ અને આ કેસના મામલે રૂપાની જૂહી સાથેની મુલાકાતો બાબતે રૂપાને પ્રશ્નો કરાયા હતા. સીઆઈડીના એક અધિકારીએ જણાવ્યા પ્રમાણે, અમારા અધિકારીઓની એક ટીમ ૨૯મી જુલાઈએ સવારે રૂપા ગાંગુલીના ઘરે પહોંચી હતી. રૂપા ગાંગુલીને સીઆઈડીએ જૂહી સાથે તેના સંબંધો અને મુલાકાતો વિશે પૂછ્યું હતું.