બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલ સામે રાચી કોર્ટે અરેસ્ટ વોરંટ જારી કર્યું છે. અમિષા પટેલ પર પ્રોડ્યુસર અજયકુમારે રૂ. અઢી કરોડના ચેક બાઉન્સનો આરોપ લગાવ્યો હતો. પ્રોડ્યુસરે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે કે વર્ષ ૨૦૧૮માં એણે ફિલ્મ ‘દેશી મેજિક’ બનાવવા માટે અમિષા પટલને રૂ. ૩ કરોડ ઉધાર દીધા હતા જ્યારે તે પૈસા લેવા માટે એની પાસે ગયા તો અમિષાએ પૈસા દેવામાં ખૂબ આનાકાની કરી. એ પછી અજય અમિષાના જવાબની રાહ જોતા રહ્યાં ને પછી ફરી પૈસા માગ્યા તો અમિષાએ રૂ. ૨.૫ કરોડનો ચેક આપી દીધો. પ્રોડ્યુસરે જ્યારે ચેક બેંકમાં જમા કરાવ્યો તો બાઉન્સ થઈ ગયો. આ જ મામલે અજયે અમિષા પર રાચી કોર્ટમાં છેતરપિંડીનો કેસ દાખલ કરાવ્યો. અજયે જણાવ્યું કે કેસ દાખલ કર્યા બાદ અમિષાનો સંપર્ક કરવાની ઘણી કોશિશ કરી પરંતુ અમિષા ક્યારેય ફોન નહોતી ઉપાડતી કે મળતી પણ નહોતી. અમિષાને કોર્ટમાંથી સમન્સ મોકલાયા અને પૈસાને લઈ કોર્ટમાં કાર્યવાહી ચાલતી રહી. અમિષા પર આરોપ એવો પણ છે કે જ્યારે તેની પાસે પૈસા માગ્યા તો મોટા મોટા લોકો સાથે તેણે ફોટો બતાવીને ધમકી આપી. અમિષા પર આ પહેલા પણ છેતરપિંડીનો મામલો દાખલ થઈ ચૂક્યો છે.
આ પહેલાંના કેસની વાત કરીએ તો એક ઈવેન્ટ ઓર્ગેનાઈઝરે પણ રૂ. ૧૧ લાખની છેતરપિંડીનો આરોપ અમિષા પર લગાવ્યો હતો. અમિષા પર આરોપ હતો કે એક વેડિંગ ઈવેન્ટમાં ડાન્સ પર્ફોર્મ્ન્સના તેણે રૂ. ૧૧ લાખ લઈ લીધા પરંતુ તે ઈવેન્ટમાં પહોંચી જ નહીં.