લાંબા સમય પછી ઐશ્વર્યા રાય બચ્ચનનું ફિલ્મોમાં પુનરાગમન થયું છે.
મુંબઈમાં ક્રિમિનલ એડવોકેટ તરીકે કાર્યરત અનુરાધા વર્મા (ઐશ્વર્યા રાય બચ્ચન)ને કોર્ટમાં હારવું પસંદ નથી, તે ક્યારેય અસત્યને સાથ પણ નથી આપતી. તે પોતાના એક માત્ર સંતાન એવી દીકરી સાથે રહે છે. અનુરાધા વર્માના જીવનમાં બીજી કોઈ તકલીફ નથી, પણ એક દિવસ એવો આવે છે કે તેની સામે અનેક તકલીફ સિવાય બીજું કંઇજ નથી. અનુરાધા પાસે એવી શરત મૂકવામાં આવે છે કે તે એક દુષ્કર્મીને બચાવે. અનુરાધા એ કરવા માટે તૈયાર પણ નથી, પરંતુ ત્યારે તેને કહેવામાં આવે છે કે તેની પુત્રી એ લોકોના કબજામાં છે ત્યારે અનુરાધાની સ્થિતિ કફોડી બને છે. અનુરાધા જો ઇચ્છતી હોય કે તેની પુત્રી બચી જાય તો તેણે દુષ્કર્મીને છોડાવવાનો છે અને જો તે તેને ન છોડાવે તો પુત્રી પીંખાઈ જવાનો ડર છે. અનુરાધા પોલીસ પાસે દોડે છે અને પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યારે જ તેને અપહરણકારનો ફોન આવે છે. અપહરણકર્તા ત્યારે તેની આજુબાજુનો આખા માહોલનું વર્ણન કરે છે અને કહે છે કે તું ક્યાં છે, શું કરે છે, કોને મળે છે એ બધા પર અમારી નજર છે. અનુરાધાની હોંશિયારી પણ હવે ચાલવાની નથી. દીકરીને બચાવવા માટે અનુરાધા મજબૂરીમાં દુષ્કર્મીનો કેસ હાથમાં લઈને એ કેસને નબળો કરવાનું શરૂ કરે છે. તે સત્ય અને ન્યાયની સાથે રહેવા ઇચ્છે છે. અનુરાધાને સસ્પેન્ડેડ પોલીસ ઇન્સ્પેક્ટર યોહાન (ઇરફાન) ની મદદ મળે છે. અનુરાધા અને યોહાન પાસે સાત દિવસ છે. સાત દિવસ પછી કેસનો ચુકાદો આવવાનો છે અને એની પહેલાં તેમણે આ કામ કરી લેવાનું છે. હવે આગળની સ્ટોરી જાણવા આ ફિલ્મ જોવી રહી.
----------------------------------
નિર્માતાઃ સંજય ગુપ્તા, આકાશ ચાવલા, નીતિન કેની, સચિન જોશી, રાઇના સચિન જોશી, અનુરાધા ગુપ્તા
લેખક-દિગ્દર્શકઃ સંજય ગુપ્તા
અન્ય કલાકારઃ શબાના આઝમી, જેકી શ્રોફ
સંગીતકારઃ અમજદ, નદીમ, આર્કો, બાદશાહ, સચિન-જિગર
ગાયકઃ જુબીન, નિલોફર બાની, બાદશાહ, શ્રદ્ધા પંડિત, નિલેશ મિશ્રા, અશિસ કૌર
ગીતકારઃ સંજય ગુપ્તા, અમજદ, નદીમ, બાદશાહ, આર્કો, નિલેશ મિશ્રા