ગૌરી ખાન નિર્મિત અને ઇમ્તિયાઝ અલી ડિરેક્ટેડ ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’માં શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકામાં છે. આ રોમેન્ટિક ફિલ્મમાં અનેક મેજિકલ મૂવમેન્ટ્સ છે. ‘હર બાર બાત પૈસોં કી નહીં હોતી’, ‘નહીં, હર બાર બાત પૈસોં કી હી હોતી હૈ’ અને ‘મૈં સેજલ સે ચલા લૂંગા’ જેવા કેટલાક અર્થપૂર્ણ અને ફિલ્મની સિચ્યુએશનને પરદે જમાવતા ડાયલોગ્સ પણ છે.
વાર્તા રે વાર્તા
હરિન્દરસિંગ નેહરા એટલે કે હેરી (શાહરૂખ ખાન) ભારતમાંથી આર્થિક પગભર થવા યુરોપમાં વસ્યો હોય છે છતાં વતનની યાદ તેને સતત દુઃખી અને એકલો રાખે છે. હેરી ટુરિસ્ટ ગાઇડ છે. ભારતમાં વસતા એક બિઝનેસ ડાયમંડ મર્ચન્ટની દીકરી સેજલ ઝવેરી (અનુષ્કા શર્મા)ના એંગેજમેન્ટ યુરોપમાં થયા પછી તેની સગાઈની રિંગ ખોવાઈ ગઈ હોય છે. સેજલનો યુરોપ ટુર અરેન્જર હેરી પહેલાં તો કમને તેની રિંગ શોધવામાં મદદ કરે છે, પણ પછી બંને વચ્ચે દોસ્તી અને વિશ્વાસનો સંબંધ બંધાઈ જાય છે.
મ્યુઝિકલ ફિલ્મ
ફિલ્મનાં ‘બનું મેં તેરી રાધા’, ‘જીવે સોણિયે’, ‘સફર’ જેવા ગીતોને જ બેકગ્રાઉન્ડ બનાવીને કે સિચ્યુએશન પ્રમાણે રિપિટ કરવાની સ્ટાઈલ ખૂબ જ સરસ છે. ફિલ્મમાં બેકગ્રાઉન્ડ સાથે સત્તર મ્યુઝિક ટ્રેક છે અને બધા જ ટ્રેક માટે ઈર્શાદ કામિલે શબ્દો આપ્યાં છે. ફિલ્મમાં મ્યુઝિક પ્રીતમનું છે.