બહુચર્ચિત જિયાખાન રહસ્યમય મૃત્યુ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ ગત સપ્તાહે આદિત્ય અને સૂરજ પંચોલીના ઘરની ઝડતી લીધી હતી. ૩, જૂન ૨૦૧૩ના રોજ જિયાખાન તેના ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી હતી. સીબીઆઇએ આ તપાસ અંગે કોઇ માહિતી આપી નહોતી. ૨૫ વર્ષની જિયાના મૃત્યુ પછી તેના પરિવારે દાવો કર્યો હતો કે જિયાએ આત્મહત્યા નહોતી કરી, ગયા વર્ષે લાંબા વિવાદ પછી જિયાની માતા રાબિયાની અપીલ પછી હાઈ કોર્ટે આ કેસ સીબીઆઈને સોંપ્યો હતો. કહેવાય છે કે આદિત્ય પંચાલીના પુત્ર સૂરજન અને જિયા વચ્ચે ગાઢ સંબંધ હતા. આ મોત માટે સૂરજ જવાબદાર હોવાના આરોપ પણ થયા હતા.
સીબીઆઈના પ્રવક્તા કંચન પ્રસાદે જણાવ્યું હતું કે ‘હાઈ કોર્ટે એજન્સીને તપાસ કરવાનો આદેશ આપ્યો છે કે જિયાનું મૃત્યુ આત્મહત્યા હતી કે નહીં? જો એ આત્મહત્યા ન હોય તો આરોપીને શોધવાનું કામ પણ એજન્સીને સોંપાયું છે, જેથી આરોપી સામે પગલાં લઈ શકાય.’
આ કેસ સીબીઆઈને સોંપવાનું કારણ એ છે કે જિયાની માતા રાબિયાએ મેળવેલા પ્રાઈવેટ ફોરેન્સિક અભિપ્રાય અને મુંબઈ પોલીસની તપાસમાં ફેર હતો અને રાબિયાએ પોલીસ તપાસમાં ખામી હોવાનું જણાવ્યું હતું.