અમદાવાદમાં આવેલી હોટેલ નારાયણી હાઈટ્સમાં ૨૫મી ડિસેમ્બરે ગુજરાતી આઈકોનિક ફિલ્મ એવોર્ડઝનું આયોજન કરાયું હતું. છેલ્લા સાત વર્ષથી યોજાઈ રહેલા આ એવોર્ડઝમાં બોલિવૂડની અનેક ફિલ્મોમાં સંગીત આપી ચૂકેલી ગુજરાતી સંગીતકાર બેલડી કલ્યાણજી આણંજીમાંથી આણંદજીનું ગોલ્ડન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારોહમાં અરવિંદ વેગડા, મૌલિક નાયક, હિતુ કનોડિયા, ‘હેલ્લારો’ની ટીમ, રોનક કામદાર, બંસી રાજપૂત સહિતના કલાકારોએ સુંદર ડાન્સ પર્ફોર્મન્સ આપ્યા હતા. પાર્શ્વગાયિકા ભૂમિ ત્રિવેદીના અવાજમાં ‘હેલ્લારો’ ફિલ્મના ‘વાગ્યો રે ઢોલ’ ગીત પર ઓડિયન્સ પણ ઝૂમી ઊઠ્યું હતું.
ફંક્શનમાં તુષાર શુક્લ, ભાવિની જાની, જિનલ બેલાણી, સંવેદના સુવાલકા, શૌનક વ્યાસ, મૌલિક નાયક, નીલમ પંચાલ અને ચેતન દઈયા જેવા કલાકારોએ સંચાલન કર્યું હતું.
સન્માન
• એક્ટર ઓફ ધ યર ફિમેલઃ આરોહી પટેલ (મોન્ટુની બિટ્ટુ) • એક્ટર ઓફ ધ યર મેલઃ પ્રતીક ગાંધી (ધુનકી) • ડિરેક્ટર ઓફ ધ યરઃ વિજયગીરી બાવા (મોન્ટુની બિટ્ટુ) • જીફા ફિલ્મ ઓફ ધ યરઃ ચાસણી • ડેબ્યુટન્ટ ઓફ ધ યર મેલઃ આકાશ શાહ (કુટુંબ), ઈયાન વાડા, (રઘુ સીએનજી) • ડેબ્યુટન્ટ ઓફ ધ યર ફિમેલઃ માઈરા દોશી (ચાસણી) • સ્ટોરી ઓફ ધ યરઃ વીર વશિષ્ઠ, અભિન્ન શર્મા, મંથન પુરોહિત (ચાસણી) • મ્યુઝિક ઓફ ધ યરઃ મેહુલ સુરતી • સોંગ ઓફ ધ યરઃ રંગ દરિયો (પાર્થ તારપરાઃ મોન્ટુની બિટ્ટુ) • જીફા ગોલ્ડન એવોર્ડઃ આણંદજીભાઈ શાહ (સંગીતકાર કલ્યાણજી - આનંદજી જોડીમાંથી), હિતુ કનોડિયા, અભિષેક શાહ અને હેલ્લારો ટીમ, વિક્રમ ઠાકોર