દીપિકા પદુકોણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દીપિકાએ ‘છપાક’ને બોયકોટ કરનાર લોકોને જવાબ આપ્યો છે. દીપિકાએ જેએનયુ વિરોધ પ્રદર્શનમાં હાજરી આપી હતી ત્યારબાદ તેને ટ્રોલ કરાઈ રહી છે. તેની ફિલ્મ ‘છપાક’ને પણ બોયકોટ કરાઈ હતી. દીપિકાએ આ બાબતે ઘણા દિવસ બાદ કહ્યું કે, આ વિરોધે આઈએમડીબી રેટિંગ બદલ્યું છે, મારું મન નહીં. આ વીડિયો દીપિકા અને ફિલ્મના ડિરેક્ટર મેઘના ગુલઝારે ૧૬ જાન્યુઆરીએ આપેલો રેડિયો ઇન્ટરવ્યુનો છે. ઉલ્લેખનીય છે કે જેએનયુમાં ૩ કલાક ચાલેલી હિંસા બાદ ૭મી જાન્યુઆરીએ દીપિકા જેએનયુ ગઈ હતી. જેએનયુમાં હિંસા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં પહેલાં દીપિકા મૌન રહી હતી તે પછી તેણે એક ટીવી મુલાકાતમાં કહ્યું હતું કે એક કેમ્પસમાં આવી હિંસા માન્યામાં ન આવે તેવી છે. જોકે દીપિકા જેએનયુ ગઈ ત્યારથી તેના વિરોધમાં ટ્વિટર પર બોયકોટ દીપિકા, બોયકોટ ‘છપાક’ જેવા હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યા હતા.
વિરોધની અસર
ફિલ્મનું એવરેજ કલેક્શન ફિલ્મનું રૂ. ૩૪ કરોડ જેટલું જ થયું છે અને આઈએમડીબી પર ૫૬.૮ ટકા લોકોએ ફિલ્મને ૧ જ રેટિંગ આપતાં દીપિકાએ આ નિવેદન આપ્યું હતું.