બોલિવૂડની ટોચની અભિનેત્રીઓ પ્રિયંકા ચોપરા પછી હવે જેકલિન ફર્નાન્ડિસ પણ વેબસિરીઝ ભણી અભિનય માટે ખેંચાઈ છે. વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ‘મિસિસ સિરિયલ કિલર’માં તે કામ કરી રહી છે. જેકિલને ૨૦૦૯માં આવેલી ‘અલાદીન’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જેકલિન ફર્નાન્ડિસનું કહેવું છે કે, સંજય લીલા ભણસાલીની ફિલ્મોને કારણે તેને ઇન્ડિયન સિનેમામાં કામ કરવા માટે પ્રેરણા મળી હતી. જેકલિને કહે છે કે, મેં બોલિવૂડની પહેલી ફિલ્મ ‘અશોકા’ જોઈ હતી.
આ ફિલ્મમાં કરીના કપૂરને ડાન્સ કરતા જોઈને મને ખૂબ મજા આવી હતી. તે સુંદર દેખાઈ રહી હતી. ‘ધ લાસ્ટ ઓફ ધ મોહિકન્સ’ અથવા તો ‘બ્રેવહાર્ટ’ જેવી ફિલ્મની ઝલક આવી હતી. એ ફિલ્મ પછી મેં ‘દેવદાસ’ અને ‘બ્લેક’ જોઈ હતી. હિન્દી ફિલ્મોમાં કામ કરવા માટે સંજય લીલા ભણસાલી પાસેથી મને ઘણી પ્રેરણા મળી હતી.