દિલીપ કુમારને દસમી ઓગસ્ટે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ પ્રસંગે હોસ્પિટલના તબીબોએ દિલીપસા’બના સાજા થવા પાછળ તેમના પત્ની સાયરા બાનુની ધીરજ અને સેવાને અજોડ ગણાવી હતી. ડોક્ટરોએ કહ્યું હતું કે, સાયરા બાનુએ સતી સાવિત્રીની જેમ પતિની સેવા કરી તેથી એક્ટરની તબિયત સુધરી રહી છે. જોકે, ડોક્ટરોની આ વાતને હસી કાઢતાં સાયરા બાનુએ કહ્યું હતું કે, જેના પતિ કોહિનૂર હોય તેની પત્ની સતી સાવિત્રી જ હોય ને? એમને માટે હું જે કંઈ કરું છું એ સેવાભાવનાથી અને મહોબ્બતથી કરું છું. એ મારી ફરજ છે.