બોલિવૂડ ફિલ્મો કરોડોનો બિઝનેસ કરે છે અને જાણીતા સ્ટાર્સ એક ફિલ્મમાં કરોડો કમાય છે. જોકે, તમે જાણો છો કે વિશ્વના સૌથી ધનાઢ્ય એક્ટર્સ કોણ છે? બોલિવૂડનો એક પણ સ્ટાર આ સૌથી વધુ સંપત્તિ ધરાવતા ટોપ-૩ સ્ટાર્સના લિસ્ટમાં પણ નથી. દુનિયાના સૌથી સંપત્તિવાન અભિનેતાઓની યાદીમાં વિદેશી સ્ટાર્સનો દબદબો છે. અમેરિકી એક્ટર જેરી સિનફિલ્ડ એક સ્ટેન્ડ-અપ કોમેડિયન અને નિર્માતા છે. કુલ એક બિલિયન ડોલરની સંપત્તિ સાથે તે વિશ્વના સૌથી અમીર એક્ટર છે. બીજા નંબરે અમેરિકાના જ અભિનેતા - લેખક - ડાયરેક્ટર ટાયલર પેરી છે. તેમની સંપત્તિ ૮૦ કરોડ ડોલરથી વધુ છે. ત્રીજા ક્રમે ‘ધ રોક’ એટલે કે ડ્વેન જ્હોન્સન યાની છે. તેમની કુલ નેટવર્થ ૮૦ કરોડ ડોલર છે.
સંપત્તિવાન બોલિવૂડ સ્ટાર્સની વાત કરીએ તો, સૌથી વધુ કમાણી કરતા અભિનેતાઓમાં શાહરુખ ખાન મોખરે છે. તે વિશ્વના અમીર અભિનેતાઓમાં ચોથા નંબરે છે.
તાજેતરમાં ‘પઠાણ’ અને ‘જવાન’ જેવી સુપરહિટ ફિલ્મો આપનારા શાહરુખની કુલ સંપત્તિ 77 કરોડ ડોલર હોવાનો અંદાજ છે. જ્યારે અમિતાભ બચ્ચન બોલિવૂડ સ્ટાર્સના આ ‘રિચ લિસ્ટ’માં બીજા નંબરે છે. ફિલ્મો, એડ, અને ટીવી શોમાંથી થતી આવકને પગલે તેમની નેટવર્થ 41 કરોડ ડોલર છે, જોકે, વિશ્વના ધનાઢ્ય સ્ટાર્સની યાદીમાં ‘બિગ બી’ 13મા સ્થાને છે. જૈકી ચૈન અને ટોમ ક્રુઝ અમિતાભથી ઘણા આગળ છે. સલમાન ખાન 35 કરોડ ડોલર સંપત્તિ સાથે વિશ્વના અમીર અભિનેતાઓની યાદીમાં 15મા ક્રમે છે. ટોમ ક્રુઝ અને જૈકી ચેન આ લિસ્ટમાં અનુ ક્રમે પાંચમાં અને છઠ્ઠા ક્રમે છે.