જ્હાનવીની તિરુપતિ બાલાજીની 50મી યાત્રાઃ ઘૂંટણિયાભેર પગથિયાં ચઢી

Wednesday 12th June 2024 05:33 EDT
 
 

જ્હાનવી કપૂર વર્ષમાં ત્રણ વખત તિરુપતિ બાલાજીના દર્શન કરવા માટે જાય છે. તેની પાછળ શું કોઇ ખાસ કારણ છે? તાજેતરનાં એક ઇન્ટરવ્યુમાં તેણે આ અંગે એક ખુલાસો કર્યો છે. ‘મિસ્ટર એન્ડ મિસીસ માહી’ ફિલ્મ બાદ હવે જ્હાનવી ફરી તિરુપતિ બાલાજી જવાનું આયોજન કરી રહી છે. જ્હાનવી આમ પણ બહુ ધાર્મિક છે. આ પહેલાં પણ તે આ વર્ષમાં ત્રણ વખત આ મંદિરમાં દર્શન કરી ચૂકી છે. પરંતુ તેની પાછળ ખાસ વાત શું છે? તાજેતરનાં એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે, તે ભલે ત્રણ વખત જઈ આવી હોય, પરંતુ તે ફરી એક વખત તે સ્વર્ગવાસી માતાના જન્મદિવસે ત્યાં જવાનું વિચારી રહી છે. જ્હાનવીએ એવું પણ કહેલું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેને કઈ રીતે ધર્મનું શરણ સ્વીકાર્યું છે. જ્હાનવીએ જણાવ્યું કે, ‘છેલ્લાં પાંચ છ વર્ષોમાં હું અહીંની આધ્યાત્મિકતાથી ઘણી આકર્ષાઈ છું. મને મારી આધ્યાત્મિકતા અને ધર્મમાં શરણ મળ્યું છે અને ખાસ કરીને ભાગવાન બાલાજીમાં.’ જ્હાનવીએ આગળ જણાવ્યું હતું, ‘જયારે ભગવાન બોલાવે તો મને થાય છે કે મારે બાલાજી જવું જ જોઈએ, પગથિયાં ચઢવા જોઈએ અને ભગવાનના શુભ દર્શન કરવા જોઈએ. હું આ વર્ષે ત્રણ વાર તિરુપતિ ગઈ અને માના જન્મદિવસે ફરી જઈશ.’ એટલું જ નહીં, જ્હાનવીના મિત્ર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઓરીએ જ્યારે જ્હાનવીનો ઘૂંટણિયાભેર મંદિરના પગથિયાં ચડતો વીડિયો શેર કર્યો ત્યારે તેના ફેન્સને જ્હાનવીની તિરુપતિ પ્રત્યેની શ્રદ્ધાનો અંદાજ આવ્યો હતો.
જ્હાનવી ગયા માર્ચમાં પોતાના જન્મદિવસે પણ તિરુપતિ ગઈ હતી. આ વખતે તેનો કથિત બોયફ્રેન્ડ શિખર પહાડીયા અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરી પણ હતા. તે વખતે વીડિયોમાં જ્હાનવી એવું કહેતી દેખાઈ હતી કે, ‘દરેકે તિરુપતિ ચઢવું જોઈએ. કારણ કે તે આપણને વિનમ્ર બનાવે છે.' સાથે જ આ વીડિયોમાં ઓરીએ એવું પણ કહ્યું હતું કે તે જ્હાનવીની આ 50મી યાત્રા હતી, જ્યારે શિખરની નવમી અને તેની પહેલી તિરુપતિ બાલાજી યાત્રા હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter