આ નિમિત્તે તેણે લગ્ન કરીને જીવનમાં સ્થાયી થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે, ‘મારા પુત્રો મોટા થઇ ગયા છે અને પોતાની જિંદગી જીવે છે. હવે મને તેમની ચિંતા નથી. મારા જીવનમાં હાલ કોઇ ખાસ કહી શકાય તેવી વ્યક્તિ નથી. ઘણા વર્ષથી હું એકલી પડી ગઇ હોવાથી મારું દિલ ખાલી છે અને કોઇ નવી વ્યક્તિ સાથે પ્રેમ અને લગ્ન કરવા ઇચ્છું છું. મેં બોલિવૂડમાં સ્થાન જમાવવા સખત મહેનત અને સંઘર્ષ કર્યો છે. હું જાણું છું કે હવે મારી વય પ્રમાણે ફિલ્મોમાં સારા રોલ નથી તેમ જ હવે હું પહેલાની જેમ દોડાદોડી પણ ન કરી શકું. સમાજમાં સારા માણસોની ખોટ નથી.’