અક્ષય કુમારે ટ્વિંકલ ખન્ના સાથે ૧૭ જાન્યુઆરી, ૨૦૦૧માં લગ્ન કર્યાં હતાં. તેમના લગ્નને તાજેતરમાં ૧૯ વર્ષ થયાં છે. અક્ષયે કુમારે પત્ની ટ્વિંકલને અલગ જ અંદાજમાં એનિવર્સરી વિશ કરી હતી. અક્ષયે ટ્વિંકલ સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તસવીરમાં ટ્વિંકલ સાથે અક્કી ફિલ્મ ‘૨.૦’ના પક્ષીરાજનના પાત્રમાં જોવા મળે છે અને ટ્વિંકલને ડરાવતો હોય તેવું લાગે છે.
અક્ષયે પત્ની સાથેની તસવીર શેર કરીને કહ્યું હતું કે, લગ્નજીવન કંઈક આ રીતે જ જોવા મળે છે. તેની એક તસવીર. લગ્નજીવનમાં તમે થોડો સમય પ્રેમ કરવા ઈચ્છો છે અને બાકીના થોડા દિવસ તમે કંઈક આ પ્રકારે જોવા મળો છે. બધું જ કહી દીધું છે. મારી પાસે હવે કહેવા માટે કોઈ નવી રીત નથી. હેપ્પી એનિવર્સરી ટીના. પક્ષીરાજન તરફથી તને બહુ બધો પ્રેમ.