અક્ષયકુમારને પાંચ માર્ચે તેની પત્નીએ મારી નાખવાની ધમકી આપી હતી. પાંચ માર્ચે વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ એમેઝોન દ્વારા ડિજિટલ મીડિયમમાં પદાર્પણ કરી રહ્યો હોવાની જાહેરાત કરી હતી. આ વેબ-શોનું વર્કિંગ ટાઇટલ ‘ધ-એન્ડ’ રાખવામાં આવ્યું છે.
મહાલક્ષ્મી રેસકોર્સમાં યોજાયેલી આ ઇવેન્ટમાં અક્ષયકુમાર આગથી લપેટાયેલો જોવા મળ્યો હતો. આ ફોટો તેણે ટ્વિટર પર શેર કર્યા હતા. આ ટ્વીટ રિટ્વીટ કરીને અક્ષયની પત્ની ટ્વિંકલ ખન્નાએ કહ્યું હતું કે, આગ સાથે રમવાનું આ રીતે નક્કી કર્યું છે એ મને ખબર છે. જો તું આ આગથી બચી જશે તો ઘરે આવ એટલી વાર છે. હું તારું ખૂન કરી નાંખીશ. ટ્વિન્કલને જવાબ આપતાં અક્ષયકુમારે ટ્વિટ કર્યું હતું કે, આ એવી વસ્તુ છે જેનાથી મને ખૂબ જ ડર લાગે છે.