સુપરસ્ટાર શાહરુખ ખાનના ફોલોઅર્સની સંખ્યા ટ્વિટર પર બે કરોડને પાર કરી જતાં તેણે પ્રશંસકોનો આભાર માનવા એક વીડિયો રેકોર્ડ કર્યો છે. ૫૦ વર્ષીય અભિનેતા શાહરુખ ખાને વીડિયો ક્લિપમાં કહ્યું હતું કે તેમના પ્રશંસકોના મેસેજિસે તેને એક સારા માણસ બનાવવામાં ખૂબ જ મદદ કરી છે.
આ વીડિયોમાં શાહરુખ એવું કહેતો દેખાઈ રહ્યો છે કે, હું શાહરુખ મારા બે કરોડ પ્રશંસકો થયા એ બદલ આભાર નથી માની રહ્યો, પણ તમે લોકોએ મારા જીવનમાં દિવસેને દિવસે ઉભા થતાં ઘણાં મુદ્દાઓ કે જે કેટલીક વાર મને ડરાવે છે, રડાવે છે, ગુસ્સે કરે છે તેવા મુદ્દાઓને કેવી રીતે હલ કરવા તેમાં મારી જે મદદ કરી તે માટે તમારો અભાર માનું છું.