બે વર્ષ પહેલાં કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ બીજા જાણીતા ડાન્સ-ડાયરેક્ટરો અને અન્ય રિયલિટી શોથી સ્ટાર બનેલા ડાન્સરોને લઈને ‘ABCD: એની બડી કેન ડાન્સ’ નામની ફિલ્મ બનાવી હતી. હવે તેમણે ફરીથી ‘ABCD: એની બડી કેન ડાન્સ-૨’નું નિર્માણ કર્યું છે.
આ ફિલ્મની કંઇક આ પ્રકારની છે. મુંબઇના નાલાસોપારાનાં સુરેશ (વરુણ ધવન), વિની (શ્રદ્ધા કપૂર) અને તેમના ડાન્સિંગ સાથીદારો એક ડાન્સ રિયલિટી શોમાં સુંદર પર્ફોર્મન્સ આપે છે, પરંતુ નિર્ણાયકોને ખબર પડે છે કે આ લોકોએ તો ડાન્સનાં સ્ટેપ્સની કોઇ સંગીતકારની જેમ ઉઠાંતરી કરેલી છે. આમ, શોમાંથી ટીમને ડિસ્ક્વોલિફાય કરવામાં આવે છે. હવે આ કલંકને દૂર કરવા તેઓ બિડું ઝડપે છે. એક ઉચ્ચ કક્ષાનો શો અમેરિકાના લાસ વેગાસમાં થવાનો છે. વર્લ્ડ હિપ હોપ ડાન્સ કોમ્પિટિશનમાં નસીબ અજમાવવા માટે એક નવી ટીમ ઊભી થાય છે, જેમાં સૌથી પહેલાં તો વિષ્ણુસર (પ્રભુ દેવા)ની વરણી થાય છે. ત્યાર બાદ ધર્મેશ ઉર્ફે ડી (ધર્મેશ યેલાન્ડે) તથા વિનોદ (પુનિત પાઠક) જેવા ડાન્સરોનો પ્રવેશ થાય છે. હવે તેઓ લાસ વેગાસ પહોંચે છે.
-----------------------
નિર્માતાઃ સિદ્ધાર્થ રોય કપૂર
લેખક-દિગ્દર્શકઃ રેમો ડિસોઝા
અન્ય કલાકારઃ ટીસ્કા ચોપરા, પ્રાચી શાહ, પૂજા બત્રા, ગણેશ આચાર્ય વગેરે
સંગીતકારઃ સચિન-જિગર
ગાયકઃ વિશાલ દદલાણી, મિકા સિંહ, દલેર મહેંદી, અનુષ્કા મનચંદા વગરે
ગીતકારઃ મયૂર પૂરી, પ્રિયા સરૈયા, રીમી નિક્યુ વગેરે
શૂટિંગ લોકેશનઃ અમેરિકા અને ભારત