પૂણેની યરવડા જેલમાં સજા કાપી રહેલા સંજય દત્તને આ વર્ષના અંતમાં ત્યાંથી મુક્તિ મળશે. સંજયની પત્ની માન્યતા દત્તે જણાવ્યું હતું કે, હું તાજેતરમાં સંજુને મળવા ગઈ હતી. જો બધું બરાબર હશે તો મારા પતિ ડિસેમ્બર મહિનામાં ઘરે આવી જશે.’ અગાઉ એવા સમાચાર હતા કે સંજુ ઓગષ્ટના અંત કે સપ્ટેમ્બરના આરંભમાં છૂટી જશે. પરંતુ તેના એક પરિવારજને કહ્યું હતું કે, માન્યતાની બીમારીમાં તેને ફર્લો લંબાવી હોવાથી સજા પૂરી થવામાં વિલંબ થયો છે. માન્યતાએ જણાવ્યું હતું કે સંજુ ક્રિમસમ તેના બાળકો ઈકરા અને શાહરાન સાથે ઊજવશે. આ ઉપરાંત સંજુ પાતળો પણ થઈ ગયો છે. જેલમાં પણ તે પોતાની ફિટનેસ બાબતે સજાગ રહે છે. હું જ્યારે પણ મળતું ત્યારે તે સૌથી પહેલો પ્રશ્ન સંતાનો વિશે પૂછે છે. ત્યારબાદ ઈન્ડસ્ટ્રીઝના મિત્રોની પૃચ્છા કરે છે. તે એકદમ પોઝિટિવ છે અને આવીને કામ કરવા તૈયાર છે. ઓલ ઈઝ વેલના દિગ્દર્શક ઉમેશ શુક્લ સંજુ સાથે ફિલ્મ પણ કરવાના છે. આ ઉપરાંત બીજા ત્રણ ફિલ્મમેકરે પણ તેની સાથે કામ કરવામાં રસ દેખાડ્યો છે.