આ ફિલ્મ એક એવા રહસ્યમય તસ્કર પર આધારિત છે જેને ક્યારેય કોઈએ જોયો નથી.
રોય (રણબીર કપૂર)નું જીવન જિપ્સી જેવું હોય છે, પણ કોઈને ખબર નથી કે તે ચોર છે. તેનું ગુજરાન પણ ચોરી પર જ ચાલે ચાલે છે. જોકે, ચીલાચાલુ તસ્કર નથી. તે વિશેષ ચીજ-વસ્તુઓની જ ચોરી કરે છે. તે દસથી વધુ ચોરી કરી ચૂક્યો છે. કોઈએ તેને જોયો પણ નથી અને એ પછી પણ તેની ચોરીઓ એટલી લોકપ્રિય થઈ છે કે તેના પર નવલકથા લખાય છે અને ફિલ્મો પણ બને છે. રોયે કરેલી ચોરી અને રોયના જીવન પર સૌથી વધુ ફિલ્મ કબીર ગરેવાલ (અજુર્ન રામપાલ)એ બનાવી છે. એ તમામ ફિલ્મો સફળ રહી છે. રોમેન્ટિક સ્વભાવ ધરાવતા કબીરને વારંવાર ગર્લફ્રેન્ડ બદલવાની ટેવ હોય છે.
કબીરની ગર્લફ્રેન્ડનું નામ આયેશા (જેકલિન ફર્નાન્ડિસ) છે. આયેશા પણ ફિલ્મકાર છે. કબીર અને આયેશા વચ્ચે એક દિવસ અચાનક જ રોય આવે છે. રોયને પણ આ બંને સાથે એક હિસાબ પૂરો કરવાનો છે, એ હિસાબ બીજા કોઈનો નહીં પણ રોયની ગર્લફ્રેન્ડ પિયા (મંદના કરીમી) સાથે જોડાયેલો છે.
-------------------
નિર્માતાઃ દિવ્યા ખોસલા કુમાર, ભૂષણકુમાર, કિશનકુમાર
દિગ્દર્શકઃ વિક્રમજિત સિંહ
અન્ય કલાકારઃ અનુપમ ખેર, રજીત કપૂર વગેરે
સંગીતકારઃ અંકિત તિવારી, મીત બ્રધર્સ અંજાન, અમાલ મલિક
ગીતકારઃ અભેન્દ્રકુમાર ઉપાધ્યાય, સંદીપનાથ અને કુમાર
ગાયકઃ અરિજિત સિંહ, કે કે, તુલસીકુમાર, કનિકા કપૂર વગેરે