આ ફિલ્મની કહાની એક મૂંગા વ્યકિતની છે, જે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર બનવા ઈચ્છે છે. તેની પાસે ન તો કોઈ ફિલ્મી સગા સંબંધીઓ છે, ન તો તે સાધન સંપન્ન છે. તેનો દેખાવ પણ અભિનેતા જેવો નથી. આમ છતાં તેને સુપરસ્ટાર બનવું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની અંગત જિંદગીના ઘણા પાસાને વણી લેવાયા છે.
આ ગ્લેમર જગતમાં નામ અને દામ કમાવવા સંઘર્ષમય બે શખસ દાનિશ (ધનુષ) અને અમિતાભ સિન્હા (અમિતાભ બચ્ચન)ની ગાથા પણ દર્શાવવામાં આવી છે. મુંબઈ પાસે આવેલા ઈગતપુરી વિસ્તારમાં દાનિશ મૂંગો, ગરીબ અને આમ ચેહરો ધરાવતો વ્યક્તિ છે. પણ તે નાનપણથી ફિલ્મોનો શોખીન છે. તેને વાસ્તવિક જીવનમાં પણ હીરો બનવું છે. તેની માતા તેના આ સપનાને કારણે ચિંતિત છે. દાનિશ મોટો થાય છે અને બસ ડ્રાઈવર બની પોતાની માને સહારો આપે છે, પણ તેની માતાનું અવસાન થતાં તે પછી મુંબઈમાં પોતાનું નસીબ અજમાવવા આવે છે. અચાનક તેની મુલાકાત અક્ષરા પાંડેય (અક્ષરા હાસન) સાથે થાય છે.
અક્ષરા તેના ઝનુનથી ઘણી પ્રભાવીત થાય છે. તે તેને મદદ કરવા ઈચ્છે છે, પરંતુ દાનિશનું મૂંગાપણું અડચણરૂપ બને છે. આ દરમિયાન તેને શરાબી વૃધ્ધ શમિતાભ સિન્હા મળે છે. જે ખુદ ૪૦ વર્ષ પહેલા અભિનેતા બનવા અહીં આવ્યા હોય છે. પણ તેમના અવાજને કારણે તેમને કામ નથી મળતું. હવે આગળ શું થાય છે તે જાણવા આ ફિલ્મ જોવી રહી.
--------------------
નિર્માતાઃ રાકેશ ઝુનઝુનવાલા, આર. કે. દામાણી, સુનિલ એ. લુલ્લા, ગૌરી શિંદે, અભિષેક બચ્ચન
દિગ્દર્શકઃ આર. બાલ્કી
ગીતકારઃ સ્વાનંદ કિરકિરે
ગાયકઃ અમિતાભ બચ્ચન, શ્રુતિ હાસન, અર્લ ઇદગર, સુરજ જગન, કારાલીસા મોન્ટીરો
સંગીતકારઃ ઇલિયારાજા