પંજાબના બહુ વિવાદાસ્પદ બાબા ગુરમીત રામરહીમ સિંહને હીરો દર્શાવતી ફિલ્મ ‘MSG ધ મેસેન્જર’ અંતે ભારતમાં પ્રદર્શિત થઇ છે. આ ફિલ્મ પહેલાં જાન્યુઆરીમાં રિલીઝ થવાની હતી, પણ સેન્સર બોર્ડમાં અટવાઈ જતાં તેમાં જરૂરી ફેરફાર કરવા પડ્યા છે.
MSG ધ મેસેન્જરની વાર્તામાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, ભારતના એક શહેરમાં અત્યંત પાપાચાર ચાલી રહ્યો છે અને લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. કેવી રીતે જીવન જીવવું અને કેવી રીતે રહેવું એ પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે, પણ એ જ સમય દરમિયાન ગુરુજી (ગુરમીત રામરહીમ સિંહ) આવે છે અને એ બધાં દૂષણ સામે એકલા હાથે લડે છે અને શહેરમાં રામરાજ્યની સ્થાપે છે.
ગુરમીત રામરહીમ સિંહ પંજાબમાં ધર્મગરુ છે. આ ફિલ્મના હીરો પણ પોતે જ છે. આ ફિલ્મનું નિર્માણ, દિગ્દર્શક અને સંગીતકાર પણ પોતે જ છે. ગુરમીત રામરહીમ સિંહનું કહે છે કે સમાજમાં એકબીજામાં શ્રદ્ધા રહે અને ઇશ્વર તેમની મદદે આવવાનો છે એવો સંદેશો આપવાના હેતુથી તેમણે આ ફિલ્મ બનાવી છે. અંદાજે રૂ. ૨૧ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ પંજાબી, હિન્દી, તામિલ અને અંગ્રેજીમાં છે. ગુરમીત બાબા રામરહીમ સિંહનો દાવો છે કે તેમણે આ ફિલ્મ માટે કુલ ૧૩ લાખ લોકો પાસે અભિનય કરાવ્યો છે.