વિજય શાંતિથી જીવન ગુજારવા ઇચ્છે છે તેથી તેનાં સપનાં બહુ નાનાછે. વિજય અનાથ છે, તેણે માત્ર ચાર ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે અને એટલે જ તેને પરિવારની કિંમત ખબર છે. તેણે જે કંઈ મેળવ્યું છે એ બધું પોતાની મહેનતે મેળવ્યું છે. વિજયને હિન્દી ફિલ્મો જોવાનો ખૂબ શોખ છે, આ સિવાય તેને બીજા કોઇમાં રસ નથી. જો તેને એક પછી એક હિન્દી ફિલ્મો બતાવવામાં આવે તો પણ તેને કંટાળો આવતો નથી. નવી પ્રદર્શિત થયેલી ફિલ્મ તે અચૂક જોવે છે.
સરળ જીવન જીવતા વિજયની જિંદગીમાં અચાનક સમસ્યા આવે છે. તેની મોટી પુત્રી ઇશિતા (ઇશિતા દત્તા)ની સાથે અભ્યાસ કરતો એક વિદ્યાર્થી ગાયબ થઇ જાય છે. આ ગુમ થયેલા વિદ્યાર્થીની શોધ શરૂ થાય છે. હવે વિદ્યાર્થીનું પગેરું ઇશિતા સુધી પહોંચે છે.
ગુમ થયેલો વિદ્યાર્થી બીજો કોઇ નહીં પણ આક્રમક સ્વભાવની ગણાતી ઉચ્ચ પોલીસ અધિકારી મીરા દેશમુખ (તબુ)નો પુત્ર છે. મીરાનો એક જ નિયમ છે, જેના પર શંકા જાય એ જ આરોપી. વિજયના પરિવારને બરબાદ કરવાનું મીરા બિડું ઝડપે છે. હવે આગળની સ્ટોરી જાણવા ફિલ્મ જોવી રહી.
-------------------------------------------
નિર્માતાઃ કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, અજિત અંધારે
દિગ્દર્શકઃ નિશિકાંત કામત
સંગીતકારઃ વિશાલ ભારદ્વાજ
ગાયકઃ રાહત ફતેહ અલી ખાન, કેકે, અરજિત સિંહ, કેકે, રેખા ભારદ્વાજ, એશ કિંગ
ગીતકારઃ ગુલઝાર
કથા લેખકઃ જીથુ જોસેફ