સેરિબ્રલ પોલ્સીથી પીડિત લૈલા (કલ્કિ કોચલિન)ના જીવનમાં અનેક મર્યાદાઓ છે, પણ આ મર્યાદાઓ લૈલાએ જોયેલા સપનાંઓમાં ક્યારેય અવરોધરૂપ બની નથી. દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલી લૈલા ખૂબ જ સુંદર ગીતો લખે છે એટલું જ નહીં, લૈલા યુનિવર્સિટીના મ્યુઝિક બેન્ડ માટે રિધમ પણ કમ્પોઝ કરે છે. સદ્નસીબે લૈલાને વધુ અભ્યાસ માટે ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાં એડમિશન મળે છે. આમ તો લૈલાને છોડવા માટે કોઈ તૈયાર થતું નથી, પણ તેની મા (રેવતી) હિંમત કરે છે એટલે તેને માતા સાથે અમેરિકા જવા મળે છે.
અમેરિકામાં લૈલાને ખાનુમ (સયાની ગુપ્તા) મળે છે, જે સામાજિક કાર્યકર પ્રકારની યુવતી છે અને કોઈની પણ સામે અવાજ ઉઠાવતાં શરમાતી કે ડરતી નથી. ખાનુમ અને લૈલાની મિત્રતા આગળ વધે છે. આ દરમિયાન લૈલાના જીવનમાં પ્રથમવાર શારીરિક આકર્ષણનું મહત્ત્વ ઉમેરાય છે. જોકે એ આકર્ષણ એક સમયે શારીરિક જરૂરિયાત બની જાય છે અને એ જરૂરીયાત પરિવારથી લઈને મિત્રો સુધીમાં ચર્ચાનો વિષય બની જાય છે. હવે આગળ શું થાય છે તે જાણવા આ ફિલ્મ જોવી રહી.
---------------------------
નિર્માતાઃ શોનાલી બોઝ
દિગ્દર્શકઃ શોનાલી બોઝ અને નિલેશ મણિયાર
ગીતકારઃ પ્રસૂન જોશી અને મીકી મેક્લઅરી
સંગીતકારઃ મીકી મેક્લીઅરી