હિન્દી ફિલ્મઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા દિલીપ તાહિલને પાંચ વર્ષ જૂના ડ્રીંક એન્ડ ડ્રાઈવ કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટે બે મહિનાની સાદી કેદની સજા સંભળાવી છે. 2018ની સાલમાં દલીપ તાહિલે નશાની હાલતમાં કાર ચલાવી એક ઓટો રિક્ષાને ટક્કર મારી હતી જેમાં એક મહિલા સહિત બે જણને ઈજા થઈ હતી. આ ઘટના બાદ એક એક્સપર્ટ ડોકટર દ્વારા શેર કરાયેલા મેડિકલ રિપોર્ટને આધારે કોર્ટે તાહિલને સજા ફટકારી હતી.
ડોકટરે સુપ્રત કરેલ રિપોર્ટ અનુસાર એક્ટર દલીપ તાહિલ કાર ચલાવતી વખતે નશામાં હતા અને ઠીકથી ચાલી પણ શકતા નહોતા. આ સિવાય તેમના મોંઢામાંથી દારૂની વાસ આવી રહી હતી. આ તમામ વાતોને ધ્યાનમાં રાખી મેજિસ્ટ્રેટે એક્ટર દલીપ તાહિલને દોષી ઠેરવી બે મહિનાની જેલની સજા સંભળાવી હતી.
મુંબઈના પરાં ખારમાં 2018માં બની હતી. દલીપ તાહિલે કથિત રીતે ઘટના સ્થળેથી ભાગી જવાની કોશિશ કરી હતી, પણ ગણેશ વિસર્જનને લીધે થયેલા ટ્રાફિક જામના લીધે તે ભાગવામાં સફળ થયો નહોતો.