તમન્ના ભાટિયાની સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીની ફિલ્મ ‘સેરા નરસિંહા રેડ્ડી’ રિલીઝ થઈ છે. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નબળી સાબિત થઈ છે, પરંતુ તમન્નાના આ ફિલ્મમાં અભિયનથી ચિરંજીવીની પુત્રવધૂ પ્રભાવિત થઈને બ્લેક ડાયમંડ હીરાની વીંટીની ગિફ્ટ આપી છે. આ ફિલ્મમાં તમન્નાએ લક્ષ્મીનું પાત્ર ભજવ્યું છે. ચિરંજીવીના પુત્ર રામચરણની પત્ની ઉપાસનાના તમન્નાના અભિયનથી અંજાઈ ગઈ છે. તેથી તેણે તમન્નાને બ્લેક ડાયમંડની વિંટી ભેટ આપી છે.
આ ડાયમંડ બ્લેક હીરાની દુનિયાનો પાંચમો મોટો ડાયમંડ છે. જેની કિંમત રૂ. બે કરોડ થાય છે. આંગળીમાં વીંટી પહેરેલી તમન્નાની તસવીર સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. ઉપાસનાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તમન્નાની વીંટી સાથેની તસવીર શેર કરી છે. ‘સુપર તમન્ના માટે પ્રોડ્યુસર તરફથી એક ગિફ્ટ’ એવું કેપ્શન મૂકવાની સાથે તને મિસ કરું છું ફરી જલ્દી પાછી મળજે. એમ પણ ટ્વિટ કર્યું છે.