મુંબઈઃ ઇન્ડિયન સિનેમાના દમદાર એક્ટર વિનોદ ખન્ના હાલમાં બીમાર છે. મેડિકલ રિપોર્ટ મુજબ તેમને કેન્સર હોવાની શક્યતા છે, જોકે આ અંગે પરિવારના સભ્યોએ કોઈ નિવેદન આપ્યું નથી. હાલમાં જ વિનોદ ખન્નાની હોસ્પિટલની તસવીર વાયરલ થઈ છે, જેમાં તે ઘણાં જ અશક્ત દેખાય છે. આ તસવીર પરથી અંદાજ લગાવી શકાય કે તેમની તબિયત ઠીક નથી. વિનોદ ખન્નાનો જન્મ છઠ્ઠી ઓક્ટોબર, ૧૯૬૪માં હાલના પાકિસ્તાનમાં આવેલા પેશાવરમાં થયો હતો. વિનોદ ખન્નાની અસલી જિંદગીની કહાની પણ ફિલ્મી વાર્તા જેવી છે. મધ્યમ વર્ગીય પરિવારના સંતાન વિનોદ ખન્ના ઇન્ડિયન સિનેમામાં આવ્યા પછી ઓશોથી પ્રભાવિત થયા હતા અને સંન્યાસી બન્યા હતા. પત્ની ગીતાંજલી સાથેના લગ્નવિચ્છેદથી તેઓ ઘણા ચર્ચામાં રહ્યા હતા.