તાપસી બનશે રશ્મિ રોકેટ: કચ્છમાં કરશે શૂટિંગ

Wednesday 18th March 2020 07:27 EDT
 
 

‘સૂરમા’ અને ‘સાંઢ કી આંખ’ પછી તાપસી પન્નુ પડદા પર ‘રશ્મિ રોકેટ’માં ત્રીજી વખત એથલેટની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના ડિરેક્ટર આકર્ષ ખુરાના કહે છે કે,  તાપસીએ બે મહિના સુધી આ ફિલ્મ માટે હરિદ્વારમાં એક સ્કૂલ ગ્રાઉન્ડમાં ટ્રેનિંગ મેળવી છે. તે વિનિલ મેથ્યુની રોમાન્સ-થ્રિલર ‘હસીન દિલરુબા’ માટે શૂટિંગ કરી રહી હતી અને સાથે આ ફિલ્મ માટે ટ્રેનિંગ પણ લઈ રહી હતી. હરિદ્વારમાં તાપસીની આકરી ટ્રેનિંગ જોઈને આ સ્કૂલે તેમના જિમનું નામ પણ તેના પરથી રાખ્યું છે. ડિરેક્ટરે જણાવ્યું કે આ એક્ટ્રેસને કચ્છી બોલી શીખવવા માટે એક ડિક્શન એક્સપર્ટ પણ રાખવામાં આવ્યા છે. આ ફિલ્મનું પ્રથમ શૂટિંગ શિડ્યુઅલ કચ્છમાં હશે એ પછી મુંબઈ, દિલ્હી, દેહરાદૂન અને મસૂરીમાં ફિલ્મ શૂટ થશે. માર્ચના અંગથી ફિલ્મનું શૂટ કચ્છમાં શરૂ થશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter