મુંબઈ: અનુભવ સિંહાની તાપસી પન્નુને લીડ રોલમાં ચમકાવતી નવી ફિલ્મ ‘થપ્પડ’ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૦ના રિલીઝ થશે તેવું તાજેતરમાં જાહેર થયું છે. અનુભવ સિંહાની પાછલી ફિલ્મ ‘આર્ટિકલ-૧૫’ આ વર્ષે જ રિલીઝ થઇ હતી અને હિટ રહી હતી. આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના પોલીસ અધિકારીના પાત્રમાં હતો. અનુભવ સિંહા હવે 'થપ્પડ' લઇને આવી રહ્યાં છે. જેમાં તાપસી પન્નુ ઉપરાંત રત્ના પાઠક શાહ, માનવ કૌલ, દિયા મિર્ઝા, તન્વી આઝમી અને રામ કપૂર છે. ફિલ્મને ભૂષણ કુમારે પ્રોડ્યુસ કરી છે. તાપસી જણાવે છે કે તે આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે.