‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘સોનુ’ના રોલથી ઘરે ઘરે જાણીતી બની ગયેલી ઝીલ મહેતા લગ્નબંધને બંધાઈ છે. સોનુએ તેના બોયફ્રેન્ડ આદિત્ય દૂબે સાથે 28 ડિસેમ્બરે લગ્ન કર્યા હોવાના અહેવાલ છે. ઝીલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના જયમાલા સમારોહની તસવીરો શેર કરી છે. જેમાં એક્ટ્રેસ લાલ લહેંગામાં જોવા મળી રહી છે. દુલ્હનની એન્ટ્રીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ઝીલ સામેથી આવતી હોય છે અને તેને જોઈ પતિ આદિત્ય પણ ઈમોશનલ થઇ જાય છે. ક્લિપમાં આગળ ઝીલ આદિત્યનાં ઓવારણાં લે છે. એક ઇન્ટરવ્યૂમાં ઝીલે જણાવ્યું હતું કે, ‘થોડા મહિના પહેલાં આદિત્ય મને પ્રપોઝ કરીને સરપ્રાઈઝ આપવા માગતો હતો. પરંતુ હું આ વિશે પહેલાંથી જાણતી હતી. તેથી જ મેં પહેલેથી જ તૈયારી કરી લીધી હતી (હસે છે) પછી તે ડ્રેસ હોય કે નેલ આર્ટ, બધું જ પરફેક્ટ હતું. ખરેખર, હું તેમને ખૂબ સારી રીતે સમજું છું. તે ઈચ્છે તો પણ મારાથી કંઈ છુપાવી શકતો નથી. આદિત્યે મને પ્રપોઝ કર્યું તે દિવસ મારા માટે ખૂબ જ ખાસ હતો. આદિત્યએ ત્રણ-ચાર રોમેન્ટિક ગીતો પર પરફોર્મ કર્યું હતું. એક ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું. કપાળ પર કિસ કરી હતી. આ મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી.’ ઝીલ મહેતાએ વધુમાં કહ્યું કે, અમારા પરિવારો એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. હા, પરિવારના સભ્યોમાં શરૂઆતમાં થોડો ખચકાટ હતો. ખરેખર, હું ગુજરાતી બેકગ્રાઉન્ડની છું. આદિત્ય ઉત્તર ભારતીય બાહ્મણ પરિવારમાંથી છે.