ફેસબુક ઉપર અમિતાભના ૧.૮ કરોડ ફોલોઅર્સઃ ઢળતી ઉંમરે પણ અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા વધી રહી છે. ૭૨ વર્ષીય આ અભિનેતા સોશિયલ સાઇટ ફેસબુક ઉપર ૧૮ મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. અમિતાભે આ અંગે ફેસબુક પેજ પર પોસ્ટ કરીને પોતાના ૧,૮૦,૧૮,૧૯૦ ફોલોઅર્સનો આભાર માનતાં જણાવ્યું હતું કે, ‘મારા ફેસબુકનાં ફેમિલીનો મને આટલો બધો પ્રેમ આપવા બદલ આભાર માનું છું.’ અન્ય સોશિયલ નેટવર્ક સાઇટ ટ્વિટર પર પણ મહાનાયક અત્યારે ૧૧.૮ મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. તેઓ હંમેશાં સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે તેમ જ પોતાના બ્લોગ પર નિયમિત રીતે પોતાના જીવન અંગેની વાતો જણાવે છે. તેમણે ટ્વિટર પર પણ તેમના ફોલોઅર્સનો આભાર માન્યો હતો. બચ્ચને તાજેતરમાં જ પીકુ ફિલ્મનાં પોસ્ટરને પોસ્ટ કર્યું હતું.