દિલ્હીમાં આવેલા કનોટ પ્લેસના મેડમ તુસાદ મ્યુઝિયમમાં દિલજિત દોસંજના વેક્સના સ્ટેચ્યુનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે.
દિલજિત પોતે પણ લોકાર્પણ વખતે આ સ્ટેચ્યુને જોઈને અચંબામાં મુકાઈ ગયો હતો, કેમ કે એ તેના જેવું જ દેખાઈ રહ્યું છે. આ સ્ટેચ્યુને બ્લેક એન્ડ રેડ કેઝ્યુલ્સ આઉટફિટ પહેરાવવામાં આવ્યાં છે. તેના ગળામાં મોટું નેક પિસ અને માથા પર પાઘડી પણ છે. દિલજિતને ઘણા સમયથી લંડનના મેડમ તુસાદમાં જવાની ઇચ્છા હતી, પરંતુ તે કદી પણ ત્યાં જઈ નથી શક્યો. એવું પહેલી વાર બન્યું છે કે કોઈ સ્ટેચ્યુએ પાઘડી પહેરી હોય. સીખ સમાજ માટે આ ગર્વની વાત છે એવું દિલજિતના ફેન્સનું માનવું છે.
વેક્સના સ્ટેચ્યુ વિશે દિલજિતે કહ્યું હતું કે, મારું વેક્સનું સ્ટેચ્યુ બને એ વિશે તો મેં કદી ધાર્યું નહોતું, પરંતુ હું કદી મેડમ તુસાદ મ્યુઝિયમમાં પણ જઈ શકીશ એવી પણ આશા મને તો ન હતી.