દિવાળીના અવસરે શાહરુખ ખાન, એક્તા કપૂર, શિલ્પા શેટ્ટી, સંજય દત્ત અને કરણ જોહર સહિતના સ્ટાર્સે ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું

Wednesday 14th November 2018 05:43 EST
 
શિલ્પા શેટ્ટીએ પાંચમી નવેમ્બરે સાંજે મુંબઈમાં ભવ્ય ફંક્શનનું આયોજન કર્યું હતું. આ ફંક્શનમાં પરિવાર, સલમાન ખાન, અરબાઝ ખાન, આયુષ શર્મા, તેની પત્ની અર્પિતા અને જેક્લીન ફર્નાન્ડિસ, પ્રીતિ ઝિન્ટા, આર માધવન તેના પરિવાર સાથે, સોફી ચૌધરી, કરિશ્મા તન્ના, એક્તા કપૂર, કરણ જોહર, અંગદ બેદી, નેહા ધુપિયા ક્રિકેટર હરભજન સિંહ અને તેની પત્ની ગીતા, સોનુ સુદ અને તેની પત્ની સોનાલી, સુસ્મિતા સેન તથા તેનો બોયફ્રેન્ડ રોહમન શોલ  સહિતના લોકોએ હાજરી આપી હતી. શિલ્પાએ પાર્ટીમાં ફેશન ડિઝાઈનર અમિત અગ્રવાલે બનાવેલો ડ્રેસ અને અનમોલ જ્વેલર્સની જ્વેલરી પહેરી હતી.  કરણ જોહરની દિવાળી પાર્ટીમાં કરીના કપૂર, અર્જૂન કપૂર, મલાઇકા અરોરા, ક્રિતિ સેનન, અનન્યા પાંડે, કરિશ્મા કપૂર તેના સંતાનો સાથે, શ્રદ્ધા પાંડે, અમૃતા સિંહ, સારાઅલી ખાન, વરુણ ધવન, સોનાક્ષી સિંહા, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા સહિતના કલાકારો જોવા મળ્યા હતા. પાર્ટીમાં મલાઇકા અરોરા અને અર્જૂન કપૂર સાથે દેખાયા હતા. ઉલ્લેખનીય છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. પાર્ટીમાં કરીના કપૂર લીલા રંગની સાડી પહેરીને આવી હતી. તેનો લુક સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. સંજય દત્તના ઘરે પણ દિવાળી પાર્ટીની ધૂમ જોવા મળી હતી. તેના ઘણા નજીકના મિત્રો સંજય દત્તની પાર્ટીમાં જોવા મળ્યા હતા. સંજુબાબાએ પહેલાં તો અત્યંત ઉત્સાહ સાથે પત્ની માન્યતા દત્ત અને બે બાળકો સાથે મીડિયાને ફોટોગ્રાફ્સ આપ્યા, પણ પાર્ટી પૂરી થવાના આરે હતી ત્યારે નશાર્ત હાલતમાં તસવીરો લેતા ફોટોગ્રાફર્સને ગાળો આપતાં મીડિયા નારાજ થયું હતું.

comments powered by Disqus

to the free, weekly Gujarat Samachar email newsletter