દીપિકા પાદુકોણ તથા રણવીર સિંહની ૧૪મી નવેમ્બરે ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી હતી. બંનેએ ફર્સ્ટ વેડિંગ એનિવર્સરીએ તિરુપતિમાં ભગવાન વેંકટેશનાં દર્શન કર્યાં એ પછી યુગલ અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યુ હતું. તિરુપતિ દર્શન વખતે દીપિકાએ લાલ રંગની હેવિ બોર્ડરવાળી સાડી અને ગોલ્ડ જ્વેલરી પહેરી હતી. દીપિકાએ માથામાં સિંદૂર પણ પૂર્યું હતું. રણવીરે લાલ અને ક્રિમ રંગની શેરવાની પહેરી હતી. રણવીરે પત્નીની સાડીના રંગ સાથે મેચ થાય તેવી શાલ ઓઢી હતી. દીપવીર ફર્સ્ટ વેડિંગ એનિવર્સરીએ તિરૂપતિ મંદિરે દર્શન કરીને પછી ગોલ્ડન ટેમ્પલ ગયાં હતાં. દીપિકાએ ત્યાં મરૂન રંગનો હેવિ એમ્બ્રોડરીવાળો ડ્રેસ પહેર્યો હતો. ગયા વર્ષે ચૂડા ચેરેમનીમાં દીપિકાએ આ જ ડ્રેસ પહેર્યો હતો. ડિઝાઈનર સવ્યસાચીએ ડિઝાઈન કરેલા આ ડ્રેસમાં દીપિકા સુંદર લાગતી હતી. રણવીર સિંહે એથનિક સૂટ સાથે નેહરુ જેકેટ પહેર્યું હતું.