દીપિકા 23 સપ્ટેમ્બરે મુંબઇમાં બાળકને જન્મ આપશે

Sunday 08th September 2024 09:08 EDT
 
 

દીપિકા પદુકોણ હાલ પોતાના અંગત જીવન માટે ચર્ચામાં છે. અભિનેત્રી હાલમાં જ પોતાના બેબી બમ્પ સાથે જોવા મળી હતી તેમજ તે પોતાના નવા ઘર માટે પણ ચર્ચામાં છે. અભિનેત્રીની પ્રેગનન્સી વિશે અપડેટ છે કે, જો બધું સમૂસુતરું પાર પડશે તો તે 23 સપ્ટેમ્બરના રોજ સાઉથ મુંબઇની એક જાણીતી હોસ્પિટલમાં બાળકને જન્મ આપશે. આ પછી તે માર્ચ 2025 સુધી મેટરનિટી લીવ પર રહેશે. દીપિકા અને રણવીર બાંદરામાં પોતાનું 100 કરોડ રૂપિયાનું ઘર બનાવી રહ્યા છે. કહેવાય છે કે, માતા બન્યા પછી તેઓ નવા ઘરમાં શિફ્ટ થવાના છે. તે અને રણવીર પોતાના પ્રથમ બાળક માટે ઉત્સાહિત છે.
દીપિકાએ પોતાની અપકમિંગ ફિલ્મ ‘સિંઘમ અગેઇન’ છે જેનું શૂટિંગ અભિનેત્રીએ પુરું કરી લીધું છે. જાન્યુઆરીમાં ઋતિક રોશન સાથે તેની ફિલ્મ ‘ફાઇટર’ રિલીઝ થઇ હતી. દીપિકા અને રણવીરે 2018માં લગ્ન કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter