દીપિકા પદુકોણ તાજેતરમાં પોતાની હોલિવૂડ ફિલ્મ ‘ટ્રિપલ એક્સઃ ધ રિટર્ન ઓફ જેડર કેજ’નું શૂટિંગ પૂરું કરી રણવીર સિંહને મળવા પેરિસ પહોંચી હતી. આ મુલાકાત વિશે વધારે કોઈને ખબર ન પડી. જોકે તે રણવીરની ફિલ્મ ‘બેફિક્રે’ના સેટ પર હતી ત્યારે તેના ચાહકો તેને ઓળખી ગયા હતા, પણ દીપિકાની તસવીર લેવા મનાઈ હતી. ગયા મહિને રણવીર દીપિકા સાથે સમય વીતાવવા શ્રીલંકા ગયો હતો.