દીપિકા-રણવીરે દીકરીનું નામ દુઆ પાડ્યું

Friday 15th November 2024 07:16 EST
 
 

દીપિકા અને રણવીરે તેમની દીકરીનું નામ દુઆ રાખ્યું છે. દીપિકાએ જાતે દીકરીની પહેલી ઝલક સાથે આ નામ રાખ્યું હોવાની વાત સોશિયલ મીડિયા પર શેર કરી છે. દીપિકાએ ગણેશ ચતુર્થીના દિવસે કન્યારત્નને જન્મ આપ્યો હતો. આ પછીના બે મહિને તેણે દીકરીનું નામ અને તેની પ્રથમ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જોકે અભિનેત્રીએ પુત્રીનો ચહેરો ન દેખાડતાં ફક્ત તેના પગની જ ઝલક દર્શાવીને નામ શેર કર્યું છે. દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર પુત્રીના નાના પગની તસવીર શેર કરી છે. જેમાં તેણે લાલ રંગના સલવાર-કમીઝ પહેર્યા હોવાનું જણાય છે. સાથેસાથે દીપિકાએ પુત્રીનું નામ દુઆ પદુકોણ સિંહ હોવાનું જણાવ્યું છે. એટલું જ નહીં, દીપિકાએ દુઆનો મતલબ પણ કેપ્શનમાં લખ્યો છે, અભિનેત્રીએ લખ્યું છે કેઃ તે અમારી પ્રાર્થનાઓનો ઉત્તર છે.
આલિયાએ દીપિકાની આ પોસ્ટ પર ઘણા બધા લાલ રંગના હાર્ટ ઈમોજી શેર કરીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો છે. બીજી તરફ, કેટલાક ચાહકોએ એવી ટિપ્પણી કરી છે કે જો દીપિકા તેમની દીકરીનું નામ તેમની પ્રાર્થનાના ઉત્તરરૂપે રાખવા માગતી હતી તો તે પ્રાર્થના નામ પણ રાખી શકે તેમ હતી. દુઆ સંપૂર્ણ શુદ્ધ હિંદી નામ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter